1 Samuel 30:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે બસો માણસો એટલા થાકી ગયા હતા કે તેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, તેઓને તેઓએ બસોર નાળા આગળ રાખ્યા હતા. તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે આ માણસો દાઉદને તથા તેની સાથેના માણસોને મળવાને સામા ગયા. જયારે દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને નમસ્કાર કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ખૂબ થાકી જવાને લીધે દાવિદ સાથે જઈ ન શકેલા બસો માણસો જેઓ બેસોરના નાળા આગળ રહ્યા હતા તેમની પાસે તે પાછો ગયો. તેઓ દાવિદ અને તેના માણસોને મળવાને આવ્યા અને દાવિદે તેમની પાસે જઈને તેમને શુભેચ્છા પાઠવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે બસો માણસો એટલા બધા થાકી ગયા હતા કે જેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, ને જેમને તેમણે બસોર નાળા આગળ રાખ્યા હતા, તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે તેઓ દાઉદને મળવા તથા તેની સાથેના માણસોને મળવા સામા ગયા. અને દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને ક્ષેમકુશળ કહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ દાઉદ જે 200 માંણસો થાકને કારણે એની સાથે જઈ શકયા નહોતા અને જેમને એ બસોરના કોતર આગળ મૂકી ગયો હતો, તેમની પાસે પાછો ગયો, તેઓ એને અને એના માંણસોને મળવા સામાં આવ્યા. દાઉદે તેમની પાસે જઈ કુશળ સમાંચાર પૂછયા.