1 Samuel 31:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેનું માથું કાપી લીધું અને તેનાં શસ્ત્રો ઉતારી લીધા. આ સમાચાર લોકોમાં જાહેર કરવા સારુ પોતાનાં મૂર્તિનાં મંદિરોમાં તથા પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ સંદેશવાહકો મોકલ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓે તેનું માથું કાપી લીધું, તેનું બખ્તર ઉતારી લીધું અને એ લઈને પોતાની મૂર્તિઓના સ્થાનકોએ અને તેમના લોકોને આનંદના આ સમાચાર જણાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેનું માથું કાપી લીધું, તથા તેનાં શસ્‍ત્રો ઉતારી લઈને તે સમાચાર તેમના મૂર્તિગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા માટે પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે લોકોએ તેનું માંથું કાપી નાખ્યું અને તેના શસ્ત્રો ઉતારી લીધાં અને દેશભરમાં મંદિરોને અને લોકોને આ શુભ સમાંચાર પહોંચાડવા માંણસો મોકલ્યા.