1 Samuel 4:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે છોકરાનું નામ ઇખાબોદ પાડીને, કહ્યું, "ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે!" કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવાયો હતો, તેના સસરાનું તથા પતિનું મૃત્યુ થયું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઈશ્વરનું ગૌરવ લઈ જવામાં આવ્યું છે.” એમ બોલીને તેણે તે છોકરાનું નામ ‘ઇખાબોદ’ એટલે “ગૌરવ ક્યાં છે?” પાડયું. એમ તેણે કરારપેટી લઈ જવામાં આવી તેનો અને તેના સસરા તેમ જ પતિના મરણનો નિર્દેષ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તે છોકરાનું નામ ઇખાબોદ પાડીને કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે;” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવામાં આવ્યો હતો, ને તેના સસરાનું તથા પતિનું [મોત થયું હતું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પૅંડયું એમ કહેતા, “ઇસ્રાએલીઓનું ગૌરવ જતું રહ્યું છે.” તેણે આ કહ્યું કારણ કે દેવનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા છે, અને તેના ધણીનું તથા સસરાનું અવસાન થયું છે.