1 Samuel 4:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, હિંમત રાખો, જેમ હિબ્રૂઓ તમારા ગુલામ થયા હતા, તેમ તમે તેઓના ગુલામ ન થાઓ. હિંમત રાખીને લડો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પલિસ્તીઓ, હિંમતવાન બનો. લડાઈમાં મર્દાનગી દાખવો. નહિ તો હિબ્રૂઓ જેમ આપણા ગુલામો હતા તેમ આપણે તેમના ગુલામો બની જઈશુ; તેથી મરદની જેમ લડો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, ને પુરુષાતન દાખવો, રખેને જેમ હિબ્રૂઓ તમારા દાસ થયા હતા, તેમ તમે તેઓના દાસ થાઓ; પુરુષાતન દાખવો, ને લડો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓ હિંમત રાખો, બહાદુર બનો, નહિ તો હિબ્રૂઓ આપણા ગુલામ હતા, તેમ આપણે તેમના બનીશું. માંટે બહાદુરીથી લડો.”