1 Samuel 5:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે ત્યારે તેઓએ કહ્યું, "ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી વચ્ચે રખાય નહિ; કેમ કે તેમનો હાથ આપણા ઉપર આપણા દેવ દાગોન ઉપર સખત છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જોઈને આશ્દોદના લોકોએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર આપણને અને આપણા દેવ દાગોનને શિક્ષા કરે છે. આપણે હવે આ કરારપેટીને અહીં વધુ સમય રાખી શકીએ નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે, ત્યારે તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી સાથે રખાય નહિ; કેમ કે તેનો હાથ આપણા પર ને આપણા દેવ દાગોન ઓર સખત છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધું જોઈને તેઓ કહેવા લાગ્યા કે, “ઇસ્રાએલીઓના દેવનો પવિત્રકોશ આપણી સાથે અહીં રખાય નહિ, કારણ, તે દેવ આપણને અને આપણા દેવ દાગોનને સખત સજા કરી રહ્યા છે.”