1 Samuel 5:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેઓ તેને ત્યાં લઈ ગયા પછી, ઈશ્વર તેઓના પર કોપાયમાન થયા. તેમણે તે નગરનાં નાનાં મોટાં માણસો પર કેર વર્તાવ્યો; તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેઓ તેને ત્યાં લઈ ગયા. પણ તે ત્યાં પહોંચ્યા પછી પ્રભુએ એ નગર પર પ્લેગની મોટી આફત લાવ્યા. શહેરના નાનામોટા સૌ લોકોને પ્રભુએ પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તેઓ તેને ત્યાં લઈ ગયા ત્યારબાદ યહોવાએ તે શહેરને ભારે સજા કરી અને સમગ્ર શહેરમાં ભય વ્યાપી ગયો. શહેરમાં નાનાંમોટાં સૌને ગૂંમડાં ફૂટી નીકળ્યાં.