1 Samuel 6:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ગાડું બેથ-શેમેશીના નગરમાંથી યહોશુઆના ખેતરમાં આવ્યું અને ત્યાં થોભ્યું. એક મોટો પથ્થર ત્યાં હતો, તેઓએ ગાડામાં લાકડાં ચીરીને, ઈશ્વર આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાડું બેથશેમેશના રહેવાસી યહોશુઆના ખેતરમાં આવીને ઊભું રહ્યું. ત્યાં એક મોટો ખડક હતો. એટલે લોકોએ ગાડાનાં લાકડાં ચીર્યાં, ગાયોનો વધ કર્યો અને ઈશ્વરને બલિ તરીકે તેમનું દહન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ગાડું યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં આવ્યું, ને ત્યાં થોભ્યું, તે ઠેકાણે એક મોટો પથ્થર હતો; અને તેઓએ ગાડામાં લાકડાં ચીરીને યહોવાની આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાડું બેથ-શેમેશના યહોશુઆના ખેતરમાં આવ્યું. તે એક મોટા ખડક પાસે ઊભું રહ્યું, લોકોએ લાકડાનું ગાડું તોડી નાખ્યું અને તેઓએ ગાયોને યહોવાની પ્રશંસામાં અર્પણ કરી નાખી.