1 Samuel 6:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓએ ઈશ્વરના કોશને તથા તેની સાથેની દાગીનાની પેટીને જેને સોનાનો આકડો હતો, તેઓને મોટા પથ્થર પર તેને મૂક્યો. બેથ-શેમેશના માણસોએ તે જ દિવસે ઈશ્વરને દહનીયાર્પણો કર્યા તથા બલિદાનો ચઢાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીઓએ પ્રભુની કરારપેટી ઊંચકીને સોનાના નમૂના ભરેલી પેટી સહિત તેમને મોટા ખડક પર મૂકી. પછી બેથશેમેશના લોકોએ તે દિવસે પ્રભુને દહનબલિ અને બીજાં બલિ અર્પ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી લેવીઓએ યહોવાનો કોશ તથા તેની સાથેના સોનાના દાગીનાવાળો દાબડો ઉતારીને તે મોટા પથ્થર પર મૂક્યા; અને બેથ-શેમેશના માણસોએ તે જ દિવસે યહોવાને દહનીયાર્પણો તથા યજ્ઞો કર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી લેવીઓએ યહોવાનો પવિત્રકોશ અને સોનાના દાગીનાવાળો દાબડો ઉતારી લીધાં અને પેલા મોટા પથ્થર ઉપર મૂકયાં, પછી બેથ-શેમેશના લોકોએ તે દિવસે યહોવાને દહનાર્પણો ચડાવ્યાં.