1 Samuel 6:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સોનાની ગાંઠો પલિસ્તીઓએ દોષાર્થાર્પણ માટે પાછી ઈશ્વરને આપી હતી તે આ હતી: આશ્દોદની એક, ગાઝાની એક, એક આશ્કલોનની, ગાથની એક, એક્રોનની એક.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓએ તેમના ગુનાની કિંમત ચૂકવવા આશ્દોદ, ગાઝા, આશ્કલોન, ગાથ અને એક્રોન માટે અર્પણ તરીકે પ્રભુને પાંચ સોનાની ગાંઠો મોકલી આપી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાને માટે દોષાર્થાર્પણ તરીકે સોનાની જે ગાંઠો પલિસ્તીઓએ મોકલી તે આ પ્રમાણે:આશ્દોદની એક, ગાઝાની એક, આશ્કલોનની એક, ગાથની એક ને એક્રોનની એક;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે પલિસ્તીઓએ દર એક પલિસ્તી નગર માંટે ગૂમડાંના સોનાના નમુનાઓ પોતાના પાપોના પ્રાયશ્ચિત તરીકે મોકલ્યા આ નગરો છે આશ્દોદ, ગાઝા, આશ્કલોન, ગાથ અને એક્રોન.