1 Samuel 6:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે મોટા પથ્થર પર તેઓએ ઈશ્વરનો કોશ મૂક્યો હતો, જે આજદિન સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે તે પથ્થર સુધીના પલિસ્તીઓનાં સર્વ કિલ્લાવાળાં નગરો તથા સીમનાં ગામડાંઓ જે તે પાંચ સરદારોના હતાં, તે પલિસ્તીઓનાં પાંચ અધિકારીઓની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓના પાંચ રાજવીઓના શાસન તળેનાં કિલ્લેબંધીવાળાં નગરો તેમ જ ખુલ્લાં ગામોની સંખ્યા પ્રમાણે તેમણે સોનાના ઉંદર મોકલ્યા હતા. બેથશેમેશમાં યહોશુઆના ખેતરમાંનો મોટો ખડક કે જેના પર તેમણે પ્રભુની કરારપેટી મૂકી હતી તે ખડક હજુ પણ એ બનાવની સાક્ષી પૂરતો ત્યાં ઊભો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જે મોટા પથ્થર પર તેઓએ યહોવાનો કોશ મૂક્યો હતો, ને જે આજ સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે, એ પથ્થર સુધી આવેલાં પલિસ્તીઓનાં સર્વ નગરો, એટલે કોટવાળાં નગરો તથા સીમનાં ગામડાં, જે એ પાંચ સરદારોનાં હતાં, તે નગરોની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓએ પાંચ પલિસ્તી શાસનકર્તાઓના કિલ્લાબંધી નગરોની સંખ્યા પ્રમાંણે ઉંદરોના સોનાના નમૂના મોકલ્યા. બેથ-શેમેશના લોકોએ દેવના પવિત્રકોશને ખડક પર મુક્યો. આ ખડક હજી પણ બેથ-શેમેશમાં યહોશુઆનાં ખેતરમાં છે.