1 Samuel 6:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઈશ્વરનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો. જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક ડબ્બામાં મૂકો અને તેને વિદાય કરો કે પોતાના રસ્તે જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુની કરારપેટી લઈને તેને ગાડામાં મૂકો અને તેની નજીક એક પેટીમાં તમારા ગુનાની કિંમત ચૂકવવા માટે મોકલવાના સોનાના નમૂના મૂકો. ગાડું ચલાવો. પછી ગાડું એની મેળે જ્યાં જાય ત્યાં જવા દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યહોવાનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો; અને જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેમની પ્રત્યે મોકલો છો, તેઓને તેની બાજુએ એક દાબડામાં મૂકો, અને તેને જવા દો કે, તે જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી પવિત્ર કોશને ગાડા ઉપર મૂકો. કોશની બાજુની થેલીમાં સોનાનાં નમૂનાઓ મુકો. સોનાનાં નમૂનાઓ તમાંરા પાપોને માંફ કરવા માંટે દેવને ભેટ છે. પછી ગાડાને સીધું તેના રસ્તે મોકલો.