1 Samuel 9:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તારાં ગધેડાં જે ત્રણ દિવસ પહેલાં ખોવાઈ ગયાં હતાં, તેની ચિંતા કરીશ નહિ, કેમ કે તે મળ્યાં છે. અને ઇઝરાયલની સઘળી આશા કોના પર છે? શું તે તારા પર અને તારા પિતાના ઘરના સર્વ પર નથી?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રણ દિવસ પહેલાં ખોવાઈ ગયેલાં ગધેડાં વિષે ચિંતા કરશો નહિ; તે મળી ગયાં છે. પણ ઇઝરાયલના લોકો કોની ઝંખના રાખે છે? તારી અને તારા પિતાના કુટુંબની નહિ?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્રણ દિવસ પર તારાં જે ગધેડાં ખોવાઈ ગયાં હતાં તેની ચિંતા કરીશ નહિ; કેમ કે તે મળ્યાં છે. અને ઇઝરાયલની બધી આશા કોના પર છે? શું તારા ને તારા પિતાના ઘરમાંના સર્વ પર નથી?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્રણ દિવસ પહેલાં જે ગધેડાં ખોવાઈ ગયાં હતાં તે વિષે ચિંતા કરીશ નહિ, તે મળી ગયા છે. પણ બધા ઇસ્રાએલીઓ તમાંરી અને તમાંરા કુટુંબની ભણી જોઇ રહ્યાં છે.”