1 Samuel 9:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે રસોઈયાએ જાંઘ તથા તેના પરનું માંસ જે બલિદાન માટે હતું તે લઈને, શાઉલ આગળ મૂક્યું. પછી શમુએલે કહ્યું, "જો આ તારા માટે રાખી મૂકેલું છે, તે ખા. કેમ કે મેં લોકોને નોતર્યા છે એવું કહીને ઠરાવેલા સમયને માટે તારે સારુ તે રાખી મૂક્યું છે."' એમ તે દિવસે શાઉલ શમુએલ સાથે જમ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી રસોઈયાએ જાંઘનો માંસલ ટુકડો શાઉલ આગળ પીરસ્યો. શમુએલે કહ્યું, “જો, આ ટુકડો તારે માટે રાખી મૂક્યો હતો. જમી લે. કારણ, મેં આમંત્રિત લોકો સાથે આ સમયે તારે જમવા માટે તે રાખી મૂક્યો હતો. ” એમ શાઉલ તે દિવસે શમુએલ સાથે જમ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રસોઇયાએ જાંઘ, તેના પરના માંસ સહિત, લઈને શાઉલ આગળ મૂકી. [શમુએલે] કહ્યું, “જો! જે રાખી મૂકેલુમ છે તે તારી આગળ મૂકીને ખાઅ; કેમ કે મેં લોકોને નોતર્યા છે એમ કહીને ઠરાવેલા અવસરને માટે તારે માટે તે રાખી મૂકેલું છે.” એમ તે દિવસે શાઉલ શમુએલની સાથે જમ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી રસોઈયાએ અર્પણનો જાંધનો ભાગ લાવીને શાઉલને આપ્યો. શમુએલે કહ્યું, “કૃપા કરીને જમવા માંડ આ ખાસ મેળાવડા પર આ ભાગ મે તારે માંટે રાખી મૂક્યો હતો.” આ રીતે શાઉલે અર્પણને શમુએલ સાથે ખાધુ.