1 Samuel 9:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે નગરના છેડા આગળ તેઓ જતા હતા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, "ચાકરને કહે કે, તે આપણી આગળ ચાલ્યો જાય અને (ચાકર ચાલ્યો ગયો), પણ તું હમણાં ઊભો રહે, કે હું તને ઈશ્વરનું વચન કહી સંભળાવું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ નગરની ભાગોળે આવી પહોંચ્યા એટલે શમુએલે શાઉલને કહ્યું, “નોકરને આપણી આગળ જવા કહે.” નોકર વિદાય થયો એટલે શમુએલે વધુમાં કહ્યું, “અહીં થોડીવાર ઊભો રહે અને હું તને ઈશ્વરનો સંદેશ જણાવીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નગરની ભાગળ આગળ તેઓ ઊતરતા હતા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “ચાકરને કહે કે તે આપણી આગળ ચાલ્યો જાય, (અને તે ચાલ્યો ગયો,) પણ તું હમણાં જરા ઊભો રહે, કે હું તને ઈશ્વરનું વચન કહી સંભળાવું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ શહેરને નાકે આવ્યા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તારા ચાકરને આગળ મોકલી દે.” ચાકર ચાલતો થયો. શમુએલે કહ્યું, “તું થોડી વાર અહીં ઊભો રહે. હું તને દેવનો સંદેશો કહું છું.”