1 Samuel 9:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ સૂફ દેશમાં આવ્યા, ત્યારે શાઉલે પોતાનો ચાકર જે તેની સાથે હતો તેને કહ્યું, "ચાલ, આપણે પાછા જઈએ, નહિ તો મારા પિતા ગધેડાંની ચિંતા છોડી દઈને આપણા માટે ચિંતા કરવા લાગશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સૂફના પ્રદેશમાં આવ્યા ત્યારે શાઉલે નોકરને કહ્યું, “આપણે ઘેર પાછા જઈએ; નહિ તો મારા પિતાજી ગધેડાંની ચિંતા મૂકીને આપણી ચિંતા કરવા લાગશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓ સૂફ દેશમાં આવ્યા, ત્યારે શાઉલે પોતાની સાથે પોતાનો જે ચાકર હતો તેને કહ્યું, “ચાલ, આપણે પાછા જઈએ; રખેને મારો પિતા ગધેડાંની કાળજી છોડી દઈને આપણી ચિંતા કરવા લાગશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છેવટે તેઓ સૂફ પ્રદેશમાં પ્રવેશ થયા, ત્યારે શાઉલે પોતાની સાથેના ચાકરને કહ્યું, “ચાલ, હવે આપણે પાછા જઈએ, નહિ તો માંરા પિતા ગધેડાંની ચિંતા કરવાનું છોડીને આપણી ચિંતા કરવા લાગશે.”