1 Timothy 1:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે: ખ્રિસ્ત ઈસુ આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા અને એ બધામાં હું સૌથી મુખ્ય પાપી છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હુ જે કહુ છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ; અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હુ સૌથી મુખ્ય છું.