1 Timothy 1:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસદ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને જણાવ કે તેઓ કલ્પિત કથાઓ અને વંશાવળીઓની લાંબી યાદીઓ પ્રત્યે ધ્યાન ન આપે. કારણ, તેથી તો વાદવિવાદ જ થાય છે અને વિશ્વાસથી પ્રગટ થતો ઈશ્વરનો ઈરાદો પૂર્ણ થતો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કલ્પિત વાતો પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે. એવી વાતો વિશ્વાસ ઉપર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉત્તેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્‍ન કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે વાર્તાઓ સાચી નથી અને વંશાવળીઓમાં આવતાં નામોની લાંબી યાદીઓમાં તેઓ તેઓનો સમય ન બગાડે એવું તું તેઓને કહેજે કેમ કે તે બાબતો માત્ર દલીલબાજીને જ ઉત્તેજે છે. દેવના કાર્યમાં તે બાબતો જરાય ઉપયોગી હોતી નથી. વિશ્વાસથી જ દેવનું કાર્ય સિદ્ધ થાય છે.