1 Timothy 4:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી પોતાની જાતની અને તારા શિક્ષણની કાળજી રાખ. આ બાબતો કર્યા કર, કારણ, તેમ કરવાથી તું પોતાને તથા તારું સાંભળનારાઓને બચાવી શકીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા જીવનમાં અને તારા ઉપદેશમાં સાવધ રહેજે. યોગ્ય રીતે જીવતો રહેજે અને ઉપદેશ આપતો રહેજે. આમ, તારો ઉપદેશ સાંભળનારા લોકોને તથા તારી જાતને તૂં તારીશ.