1 Timothy 5:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે શાસ્ત્રવચન કહે છે કે, 'કણસલાં ખૂંદનાર બળદના મોં પર જાળી ન બાંધ' અને 'કામ કરનાર પોતાના મહેનતણાને પાત્ર છે'.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, શાસ્ત્રમાં લખ્યું છે: “જ્યારે બળદ અનાજ છૂટું પાડવાનું કાર્ય કરે ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.” અને, “મહેનત કરનારને વેતન મેળવવાનો હક્ક છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે શાસ્ત્ર કહે છે, “પગરે ફરનાર બળદને મોઢે શીંકી ન બાંધ” અને “મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એવું શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે કે, “જ્યારે કામમાં જોતરેલો બળદ અનાજ છુટું પાડવાનું કામ કરતો હોય ત્યારે, એનું મોઢું બાંધીને તેને અનાજ ખાતો રોકવો નહી.” અને વળી શાસ્ત્ર એ પણ કહે છે કે, “મજૂરને તેની મજૂરી આપવી જોઈએ.”