2 Chronicles 1:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ચૌદસો રથો અને બાર હજાર ઘોડાઓનું દળ ઊભું કર્યું. તેમાંના કેટલાકને તેણે યરુશાલેમમાં રાખ્યા, જ્યારે બાકીનાને બીજા રથ-નગરોમાં રાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાને રથો તથા સવારો એકત્ર કર્યા. તેની પાસે એક હજાર ચારસો રથો તથા બાર હજાર સવારો હતા, તેઓને તેણે રથો [રાખવાના] નગરોમાં તથા યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી. તેની પાસે 1,400 રથો અને 12,000 ઘોડા હતા, તેમાંના કેટલાક તેણે રથ રાખવાના નગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા.