2 Chronicles 1:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન માટે મૂસરી અને કિલિકિયાથી ઘોડાની આયાત કરવામાં આવતી. ઇજિપ્તમાંથી રથોની આયાત રાજાના સોદાગરો હસ્તક હતી. તેઓ હિત્તી અને અરામી રાજાઓને પણ રથ અને ઘોડા પૂરા પાડતા; તેઓ ચાંદીના છસો સિક્કાના એક લેખે રથો અને દોઢસો સિક્કાના એક લેખે ઘોડા વેચતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનના ઘોડા મિસરમાંથી લાવેલા હતા. રાજાના સોદાગરો તેમને જથાબંધ, એટલે દરેક જથાની અમુક કિંમત આપીને, રાખતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાનના ઘોડા મિસર માંથી આણેલા હતા; રાજાના સોદાગરો એ ઘોડાઓને જથાબંદમા ખરીદી કરી હતી.