2 Chronicles 1:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાતમંડપ હતો, એ મુલાકાતમંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પોતાની સાથે સમસ્ત સમુદાયને લઈને તે ગિબ્યોનમાંના ભક્તિના ઉચ્ચસ્થાને ગયો, કારણ, પ્રભુના સેવક મોશેએ વેરાનપ્રદેશમાં બનાવેલો ઈશ્વરનો મુલાકાતમંડપ ત્યાં હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તે પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાને ગયો, કેમ કે ઈશ્વરનો મુલાકાતમંડપ જે યહોવાના સેવક મૂસાએ અરણ્યમાં બનાવ્યો હતો તે ત્યાં હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ સુલેમાન, સૌને ગિબયોન પર્વતની ટોચે લઇ ગયો, જ્યાં દેવનો મુલાકાત મંડપ હતો, જે મૂસા અને તેના લોકોએ તેમની અરણ્યની મુસાફરી દરમ્યાન તે બાંધ્યો હતો.