2 Chronicles 1:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી યરુશાલેમમાં લાવ્યો હતો, ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કે ઈશ્વરની કરારપેટી તો યરુશાલેમમાં હતી. દાવિદે તેને કિર્યાથ-યારીમથી લાવ્યા પછી ત્યાં તેને તંબૂમાં રાખી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ દાઉદે ઈશ્વરના કોશને માટે [જે જગા] તૈયાર કરી હતી ત્યાં તે તેને કિર્યાથ-યારીમથી લાવ્યો હતો; કેમ કે તેણે તેને માટે યરુશાલેમમાં તંબુ માર્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવનો કરારકોશ ત્યાં ન હતો કારણકે દાઉદ દેવનો કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવ્યો હતો જ્યાં તેણે તેના માટે એક નવો મંડપ તૈયાર કર્યો હતો.