2 Chronicles 10:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી રહાબામ રાજાએ વેઠિયાઓ પર દેખરેખ રાખનાર હદોરામને ઇઝરાયલીઓ પાસે મોકલ્યો, પણ તેમણે તેને પથ્થરે મારી નાખ્યો. તેથી રહાબામ પોતાના રથમાં ચઢી જઈને ઉતાવળે યરુશાલેમ આવતો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી હદોરામ, જે લશ્કરી વેઠ કરનારાઓનો ઉપરી હતો, તેને જ્યારે રહાબામ રાજાએ મોકલ્યો ત્યારે ઇઝરાયલીઓએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તથી રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળે પોતાના રથ પર ચઢી બેઠો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા રહાબઆમે હદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો હદોરામ વેઠ મજૂરોનો ઉપરી હતો. પરંતુ ઇસ્રાએલીઓએ તેને મારી નાખ્યો. આથી રાજાને રથમા બેસીને યરૂશાલેમ ભાગી જવું પડ્યું.