2 Chronicles 10:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એમ બન્યું કે નબાટના પુત્ર યરોબામે આ વિષે સાંભળ્યું ત્યારે તે મિસરમાં હતો. તે સુલેમાન રાજાની પાસેથી મિસરમાં નાસી ગયો હતો; રહાબામ અંગે જાણીને યરોબામ મિસરમાંથી પાછો આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન રાજા પાસેથી નાસી છૂટીને ઇજિપ્ત જતો રહેલો નબાટનો પુત્ર યરોબામ એ સમાચાર સાંભળી ઘેર પાછો ફર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નબાટના પુત્ર યરોબામે તે વિષે સાંભલ્યું, (તે વખતે તે મિસરમાં હતો, ત્યાં તે સુલેમાન રાજાની પાસેથી નાસી ગયો હતો,) ત્યારે તે મિસરમાંથી પાછો આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે સુલેમાન રાજા હતો, ત્યારે યરોબઆમ તેનાથી ભાગીને મિસરમાં રહ્યો. એ દરમ્યિન નબાટના પુત્ર યરોબઆમના મિત્રોએ તેને સમાચાર મોકલ્યા કે સુલેમાન મૃત્યુ પામ્યો છે. તેથી તે મિસરમાંથી પાછો ફર્યોં.