2 Chronicles 10:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી. માટે હવે, તારા પિતાની સખત મહેનત તથા તેણે મૂકેલો ભારે બોજ તું કંઈક હલકો કર, એટલે અમે તારી સેવા કરીશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા પિતાએ અમારા પર લાદેલી રાજસેવા ભારે ઝૂંસરી સમાન હતી. તમારા પિતાએ લાદેલી વેઠ અને એ ઝૂંસરીનો બોજ તમે હળવો કરશો તો અમે તમારી નિષ્ઠાપૂર્વક સેવા કરીશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તમારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી. માટે હવે તમારા પિતાની સખત વેઠ તથા તેમણે મૂકેલી ભારે ઝૂંસરી તમે કંઈક હલકી કરો, એટલે અમે તમારે તાબે રહીશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી; માટે હવે તું એ આકરી ગુલામીની ભારે ઝૂંસરી હળવી કર, એટલે અમે તારે તાબે રહીશું. અને અમારા રાજા તરીકે સ્વીકારીશું.”