2 Chronicles 10:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને કહ્યું, "જો તું આ લોકો સાથે માયાળુપણે વર્તશે, તેઓને રાજીખુશીમાં રાખશે અને તેઓની સાથે મીઠાશથી વાત કરશે, તો તેઓ હંમેશા તારી આધીનતામાં રહેશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ઉત્તર આપ્યો, “તમે આ લોકો પ્રત્યે માયાળુ બનશો, અને તેમને સહાનુભૂતિપૂર્વક જવાબ આપી તેમને પ્રસન્ન કરશો તો તેઓ વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને કહ્યું, “જો તમે આ લોકો ઉપર માયા દેખાડશો, તેઓને રાજી રાખશો, ને તેઓને મીઠાં વચનો કહેશો, તો તેઓ હંમેશા તમારે તાબે રહેશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”