2 Chronicles 10:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ વૃદ્ધ માણસોએ જે સલાહ આપી હતી તેની રહાબામે અવગણના કરીને તેની સાથે ઊભેલા જુવાનોની સલાહ લીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેણે વડીલ સલાહકારોની સલાહ ગણકારી નહિ; એને બદલે, તેની સાથે ઉછરેલા અને હવે તેના સલાહકાર બનેલા જુવાનો પાસે તે ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ વડીલોએ એને જે સલાહ આપી હતી તે તેણે ગણકારી નહિ, ને પોતાની સાથે મોટા થયેલા જે જુવાનો તેની ખિજમતમાં રહેતા હતા તેઓની તેણે સલાહ લીધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ વડીલોએ આપેલી સલાહને તેણે ફગાવી દીધી અને પોતાની સાથે ઊછરેલા અને પોતાની તહેનાતમાં રોકાયેલા જુવાનીયાઓની સલાહ લીધી.