2 Chronicles 11:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબામ માકા ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી. તેના અઠ્ઠાવીસ દીકરા અને સાઠ દીકરીઓ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રહાબામને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી અને તે અઠ્ઠાવીસ પુત્રોનો અને સાઠ પુત્રીઓનો પિતા હતો. પોતાની સર્વ પત્નીઓ અને ઉપપત્નીઓ પૈકી તે આબ્શાલોમની પુત્રી માખાને સૌથી વધુ ચાહતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રહાબામ પોતાની સર્વ પત્નીઓ તથા પોતાની ઉપપત્નીઓ કરતાં આબ્શાલોમની પુત્રી માકા પર વધારે પ્રેમ રાખતો હતો. (તેણે તો અઢાર પત્નીઓ તથા સાઠ ઉપપત્નીઓ કરી હતી, તેને અઠ્ઠાવીસ પુત્રો તથા સાઠ પુત્રીઓ થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબઆમ માઅખાહ ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને 18 પત્નીઓ અને 60 ઉપપત્ની હતી. અને તેમનાથી તેને 28 પુત્રો અને 60 પુત્રીઓ થઈ હતી.