2 Chronicles 12:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં, તેઓ તેના ગુલામો થશે, કે જેથી તેઓને સમજાય કે મારી સેવા કરવામાં તથા વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ શીશાક તેમને જીતી લેશે, અને મારી સેવા કરવામાં અને પૃથ્વીના રાજાઓની સેવા કરવામાં શું તફાવત છે તેની તેમને ખબર પડશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ મારી સેવામાં તથા પરદેશી રાજાઓની સેવામાં કેટલો ફેર છે તેનો તેઓને અનુભવ થાય, માટે તેઓ તેના તાબેદાર તો થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ એ લોકોએ શીશાકના ગુલામ થવું પડશે, અને ત્યારે તેમને સમજાશે કે મારી સેવા કરવામાં અને વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”