2 Chronicles 12:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને ઈશ્વરના સભાસ્થાનનો ખજાનો તથા રાજાના મહેલનો બધો ખજાનો લૂંટી લીધો. તેણે બધું જ લૂંટી લીધું; સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી એ પણ તે લઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શીશાક રાજા યરુશાલેમ આવીને પ્રભુના મંદિરના અને રાજમહેલના ભંડારો લૂંટી ગયો. શલોમોન રાજાએ બનાવડાવેલી સોનાની ઢાલો સહિત તે બધું લઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પ્રમાણે મિસરનો રાજા શિશાક યરુશાલેમ પર ચઢી આવ્યો, ને યહોવાના મંદિરનાં ભંડારો તથા રાજાના મહેલના ભંડારો હરી ગયો. ને તમામ હરી ગયો: સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી તે પણ તે લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી અને તે યહોવાના મંદિરમાં તથા રાજમહેલના બધા ભંડાર લૂંટી ગયો. તે સુલેમાને બનાવડાવેલી સોનાની ઢાલો સહિત બધું જ લઇ ગયો.