2 Chronicles 13:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબિયાએ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલા સમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, "યરોબામ તથા સર્વ ઇઝરાયલ મારું સાંભળો!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફ્રાઈમના પહાડીપ્રદેશમાં સૈન્યો સામસામે આવ્યાં. અબિયા રાજાએ સમારાઈમ પર્વત પર ચઢી જઈ યરોબામ અને ઇઝરાયલીઓને પડકાર કર્યો. તેણે કહ્યું, “મારું સાંભળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અબિયાએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા અમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, “હે યરોબામ તથા સર્વ ઇઝરાયલ, મારું સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે ઇસ્રાએલનું સૈન્ય એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં આવેલા સમારાઇમ આવી પહોંચ્યું, ત્યારે રાજા અબિયાએ રાજા યરોબઆમ અને ઇસ્રાએલના સૈન્યને મોટા સાદે કહ્યું,