2 Chronicles 16:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જેમ તારા પિતા તથા મારા પિતા વચ્ચે સંપ હતો, તેમ મારી તથા તારી વચ્ચે છે. આ ચાંદી તથા સોનું મેં તારા માટે મોકલ્યું છે. ઇઝરાયલના રાજા બાશાની સાથે તારો સંબંધ તોડી નાખ, કે જેથી તે અહીંથી ચાલ્યો જાય."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આપણે આપણા પિતાઓની જેમ મિત્ર રાજ્યો તરીકે સંબંધ બાંધીએ. આ સોનુંચાંદી તમને ભેટ તરીકે મોકલ્યાં: છે. તો હવે ઇઝરાયલના રાજા બાશા સાથેનો સંબંધ કાપી નાખો કે જેથી તે મારા પ્રદેશમાંથી પોતાનાં દળો પાછાં ખેંચી લે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જેમ મારા પિતા તથા તમારા પિતાની વચ્ચે સંપ હતો, તેમ મારી તથા તમારી વચ્ચે છે. જો, મેં તમારા માટે સોનુંરૂપું મોકલ્યું છે; માટે ઇઝરાયલના રાજા બાશાની સાથેનો તમારો સંપ તોડો કે, જેથી તે અહીંથી જતો રહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તારા પિતા અને મારા પિતા વચ્ચે સલામતીનો કરાર કરેલો હતો, તે આપણે તાજો કરીએ, જો, આ ચાંદી અને સોનું મેં મોકલ્યું છે. ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો તારો કરાર તોડી નાખ, જેથી તે પાછો ચાલ્યો જાય.”