2 Chronicles 16:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તને યાદ નથી કે કૂશીઓ તથા લુબીઓના સૈન્યની સાથે અસંખ્ય રથો તથા ઘોડેસવારો હતા છતાં તેઓની શી હાલત થઈ હતી? પણ તે સમયે તેં ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો, એટલે તેમણે તને તેઓ પર વિજય અપાવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ઇઝરાયલનું સૈન્ય તમારા હાથમાંથી છટકી ગયું છે. કૂશીઓ અને લૂબીઓનાં સૈન્યો રથો અને ઘોડેસવારો સહિત ઘણાં મોટાં નહોતાં? પણ તમે ત્યારે પ્રભુ પર આધાર રાખ્યો હતો, તેથી તેમણે તમને તેમના પર વિજય અપાવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કૂશીઓ તથા લુબીઓનું સૈન્ય શું મહામોટું નહોતું, તથા તેમની સાથે અતિઘણા રથો તથા ઘોડેસવારો નહોતા? તોપણ તેં યહોવા પર ભરોસો રાખ્યો હતો, માટે યહોવાએ તેઓને તારા હાથમાં સોંપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કૂશીઓ અને લૂબીઓનું લશ્કર પણ ઘણું મોટું હતું અને તેમની પાસે અસંખ્ય રથો અને ઘોડેસવારો હતા. તેમ તું યહોવાના ભરોસે રહ્યો હતો એટલે તેણે તેમને તારા હાથમાં સોંપી દીધા હતા.