2 Chronicles 17:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના પિતૃઓના ઘરનાં નામ પ્રમાણે તેઓની યાદી આ પ્રમાણે છે: યહૂદિયાના હજારો સેનાપતિઓનો મુખ્ય સેનાપતિ આદના હતો. તેની પાસે ત્રણ લાખ લડવૈયા પુરુષો હતા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરુશાલેમમાં તેણે ગોત્ર પ્રમાણે શૂરવીર સેનાધિકારીઓ રાખ્યા. યહૂદાના ગોત્રનો અધિપતિ આદના હતો અને તેની હેઠળ ત્રણ લાખ શૂરવીર સૈનિકો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે તેઓની ગણતરી આ હતી:યહૂદિયામાં મુખ્ય સહસ્રાધિપતિ આદના હતો, તેની પાસે ત્રણ લાખ પરાક્રમી શૂરવીર પુરુષો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરૂશાલેમમાં તેણે શૂરવીર યોદ્ધાઓનું થાણું ઉભું કર્યું હતું અને તેની કુળસમૂહવાર યાદી નીચે પ્રમાણે છે: યહૂદાના સેનાનાયકો- યહૂદાના મુખ્ય સેનાપતિ આદનાહના અને તેના હાથ નીચે 3,00,000 સૈનિકો;