2 Chronicles 17:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર યહોશાફાટની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા હતા તે જ માર્ગ પર યહોશાફાટ ચાલ્યો અને તે બઆલિમ તરફ ફર્યો ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ યહોશાફાટને આશીર્વાદ આપ્યો, કારણ, તે તેના પિતાના શરૂઆતના જીવનને અનુસર્યો અને બઆલની મૂર્તિઓની ભક્તિ કરી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા યહોશાફાટની સાથે હતા, કેમ કે તે પોતાના પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગે ચાલ્યો.તેણે બાલીમની સેવા કરી નહિ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા તેની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા તે માર્ગ પર જ યહોશાફાટ ચાલ્યો. તેણે મૂર્તિઓની પૂજા કરી નહિ.