2 Chronicles 18:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, "હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરમ્યાનમાં, મિખાયાને બોલાવવા ગયેલા અધિકારીએ તેને કહ્યું, “બધા સંદેશવાહકોએ રાજા માટે સફળતાનું ભવિષ્ય ભાખ્યું છે; તમે પણ એવું ભવિષ્ય ભાખો તો સારું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સંદેશિયો મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, “બધાં પ્રબોધકો સર્વાનુમતે રાજાને માટે શુભ ભવિષ્ય કહે છે; માટે કૃપા કરીને તમારું કહેવું પણ તેઓમાંના એકના જેવું હોય તો સારું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાયાને તેડવા મોકલેલ માણસોએ મીખાયાને કહ્યું, “ખ્યાલ રાખજો કે બધા પ્રબોધકોએ એક અવાજે રાજાને માટે સારું ભવિષ્ય ભાખ્યું છે. તમે પણ તેમના જેવું જ ભવિષ્ય ભાખજો અને વિજયની આગાહી કરજો.”