2 Chronicles 18:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, "મિખાયા, અમે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?" મિખાયાએ જવાબ આપ્યો, "ચઢાઈ કરીને વિજય પામો! કેમ કે એ મોટો વિજય હશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિખાયા આહાબ રાજા સમક્ષ હાજર થયો એટલે તેણે તેને પૂછયું, “મિખાયા, હું અને યહોશાફાટ રાજા ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “ભલે, જાઓ ચડાઈ કરો અને વિજય પામો. પ્રભુ તમને તે સ્વાધીન કરી દેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂંછયું, “મિખાયા, અમે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?” મિખાયાએ કહ્યું, “ચઢાઈ કરીને ફતેહ મેળવો. તેને તમારા હાથમાં સોંપવામાં આવશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?” મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. એ તમારા હાથમાં આવશે.”