2 Chronicles 18:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આત્માએ જવાબ આપ્યો, 'ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ.' ઈશ્વરે જવાબ આપ્યો, 'તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આત્માએ કહ્યું, ‘હું જઈને આહાબના બધા સંદેશવાહકોને જૂઠું બોલતા કરી દઈશ.’ પ્રભુએ કહ્યું, ‘જા, જઈને તેને છેતર. તું ફતેહ પામીશ.’ ”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પેલા આત્માએ કહ્યું, ‘ત્યાં જઈને તેના સર્વ પ્રબોધકના મુખમાં હું જુઠું બોલનાર આત્મા થઈશ.’ તેણે કહ્યું, ‘તું આહાબને ફોસલાવશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ ન કર.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે કહ્યું, ‘હું જઇને તેના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ યહોવા બોલ્યા, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થશે. જા અને એ પ્રમાણે કર.’