2 Chronicles 18:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મિખાયાએ કહ્યું, "જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું." વળી તેણે કહ્યું, "હે સર્વ લોકો તમે આ સાંભળો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિખાયાએ કહ્યું, “તમે સહીસલામત પાછા ફરો તો સમજવું કે પ્રભુ મારા દ્વારા બોલ્યા નથી.” તેણે સૌને કહ્યું, “હું જે બોલ્યો છું તે ધ્યાનમાં લો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિખાયાએ તેને કહ્યું, “જો તમે કદી પણ ફતેહ પામીને પાછા આવો તો યહોવા મારી મારફતે બોલ્યા નથી [એમ સમજવું].” વળી તેણે લોકોને કહ્યુ, “હે લોકો, તમે સર્વ સાંભળો છો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાયાએ જણાવ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો યહોવા મારા દ્વારા બોલ્યા નથી એમ માનજે.” પછી આસપાસ ઊભા રહેલા લોકો તરફ ફરીને તેણે કહ્યું, “મેં જે કહ્યું તેની નોંધ લો.”