2 Chronicles 18:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, "હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખજો." તેથી ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ યુદ્ધમાં ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાબે યહોશાફાટને કહ્યું, “લડાઈમાં જતી વખતે હું વેશપલટો કરીશ, પણ તમે રાજપોશાક પહેરી રાખજો.” એમ ઇઝરાયલનો રાજા લડાઈમાં છુપા વેશે ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ; પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખો.” ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો, અને તેઓ બન્ને યુદ્ધમાં ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “યુદ્ધમાં જતી વખતે હું વેશપલટો કરીશ પણ તમે તમારો બાદશાહી પોશાક પહેરી રાખજો.” આમ ઇસ્રાએલના રાજાએ વેશપલટો કર્યો અને યુદ્ધમાં ગયો.