2 Chronicles 18:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથિને કહ્યું, "રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ અરામના એક સૈનિકે અનાયાસે મારેલું એક બાણ આહાબ રાજાને તેના કવચના સાંધાઓની વચચમાં થઈને વાગ્યું. તેણે પોતાના સારથિને હાંક મારીને કહ્યું, “હું ઘવાયો છું. રથ પાછો વાળી મને લડાઈમાંથી બહાર લઈ જા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી [બાણ] માર્યું, ત્યારે એણે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા; કેમ કે મને કારી ઘા લાગ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ એક યોદ્ધાએ અમસ્તુ જ બાણ છોડ્યું અને તેણે ઇસ્રાએલના રાજાને બખતરના સાંધા આગળથી વીંધી નાખ્યો. આહાબે પોતાના સારથીને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઇ જા. હું ઘવાયો છું.”