2 Chronicles 18:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આહાબે તેને કહ્યું, "હજી એક માણસ છે જેની મારફતે આપણે ઈશ્વરની સલાહ પૂછી શકીએ, પણ હું તેનો તિરસ્કાર કરું છું, કારણ કે તેણે કદી મારા વિષે સારું ભવિષ્ય કહ્યું નથી, પણ ફક્ત માઠું જ કહ્યું છે, તે તો યિમ્લાનો પુત્ર મિખાયા છે." પણ યહોશાફાટે કહ્યું, "રાજાએ એવું ન બોલવું જોઈએ, આપણે તેનું પણ સાંભળીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાબે જવાબ આપ્યો, “હજુ એક છે. તે છે યિમ્લાનો પુત્ર મિખાયા. પણ હું તેને ધિક્કારું છું; કારણ, તે મારે વિષે ક્યારેય કશું સારું ભવિષ્ય ભાખતો નથી; તે હમેશાં માઠું ભવિષ્ય જ ભાખે છે.” યહોશાફાટે કહ્યું, “તમારે રાજા થઈને એવું બોલવું ન જોઈએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આહાબે તેને કહ્યું, “હજી પણ એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ, પણ હું તેને ધિક્કારું છું; કેમ કે તે મારા વુષે કદી પણ શુભ નહિ, પણ હંમેશા અશુભ ભવિષ્ય કહે છે. તે તો યિમ્લાનો પુત્ર મિખાયા છે.” યહોશાફાટે કહ્યું “રાજાએ એમ ન બોલવું જોઈએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના રાજાએ કહ્યું, “બીજો એક છે જેની મારફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ, પણ મને તેનો તિરસ્કાર છે, કારણ, તે કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી, હંમેશા માઠું ભવિષ્ય જ ભાખે છે, તે તો યિમ્લાનો પુત્ર મીખાયા છે.” યહોશાફાટ બોલી ઉઠયો, “નામદાર, એવું ન બોલશો.”