2 Chronicles 20:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે યહોશાફાટ રાજાએ ભૂમિ પર શિર ટેકવીને નમન કર્યું અને યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ પણ એ રીતે નમન કરી પ્રભુની આરાધના કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ સાંભળીને યહોશાફાટે ભૂમી સુધી મુખ નમાવીને નમન કર્યું. અને સર્વ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ દંડવત પ્રણામ કરીને યહોવાનું ભજન કર્યુ.