2 Chronicles 20:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે સ્તુતિગાન ગાયું કે પ્રભુએ આક્રમણ કરવા આવેલા આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોના સૈન્યને ભુલાવામાં નાખીને તેમનો પરાજય કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ ગાયનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો, એટલે યહોવાએ આમ્મોનીઓ, મોઆબીઓ તથા સેઇર પર્વતના લોકો, જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા. અને તેઓએ માર ખાધો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો.