2 Chronicles 20:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેરાનપ્રદેશમાં આવેલા ચોકીના બુરજ નજીક યહૂદિયાનું સૈન્ય પહોંચ્યું તો તેમણે શત્રુઓને જમીન પર ચારે તરફ મરેલા પડેલા જોયા, તેમાંનો એકેય બચ્યો નહોતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે યહૂદિયા [ના લોકો] અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યાં, ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી; તો તેઓની લાશો જમીન પર પડેલી જોઈ, ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહૂદાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલાં જોયા. એક પણ જીવતો નહોતો.