2 Chronicles 20:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ દેવદેવીઓનાં ઉચ્ચસ્થાનો નષ્ટ કરવામાં આવ્યાં નહિ. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતઃકરણથી ભરોસો રાખતા થયા ન હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરાયો નહોતો. હજી પણ લોકોમાં તેમના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા નહોતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરંતુ ઉચ્ચસ્થાનો કાઢી નાખવાનમાં આવ્યા નહિ, તેમ જ લોકો હજું સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંત:કરણથી ભરોસો રાખતા નહોતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતાં અને લોકોનાં હૃદય હજી પોતાના પિતૃઓનાં દેવ પ્રત્યે પૂરેપૂરાં વળ્યાં નહોતા.