2 Chronicles 20:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, "તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે." એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મારેશા નગરના દોદાવાહૂના પુત્ર એલિએઝેરે યહોશાફાટને ચેતવણી આપી; “આપે અહાઝયા સાથે સંબંધ બાંધ્યો હોઈ તમે જે કંઈ બાંધ્યું તેનો પ્રભુ નાશ કરશે.” એ વહાણો ભાંગી ગયાં અને કયારેય તાર્શિશ જઈ શક્યાં નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મારેશાના [રહીશ] દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું, તેં અહાઝ્યાની સાથે સંપ કર્યો છે, માટે યહોવાએ તારાં કામોનો નાશ કર્યો છે. એ વહાણો ભાંગી ગયાં, ને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યાં નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ મારેશ્શાહના વતની દોદાવાહૂના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરૂદ્ધ ભવિષ્યવાણી ભાખી કે, “તેં અહાઝયા સાથે મૈત્રી કરી છે તેથી યહોવા તારા વહાણોને ભાંગી નાખશે.” તેથી એ વહાણો નાશ પામ્યાં અને તેઓે કદી તાશીર્શ પહોંચી શક્યાં નહિ.