2 Chronicles 20:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે નવા ચોક સામે યરુશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તેમ જ યરુશાલેમના નગરજનો પ્રભુના મંદિરના નવા ચોકમાં એકઠા થયા. યહોશાફાટ રાજાએ ત્યાં લોકોની સભામાં ઊભા થઈને ઊંચે અવાજે પ્રાર્થના કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહૂદિયા તથા યરુશાલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરૂશાલેમમાં મળેલી યહૂદાના લોકોની સભામાં યહોશાફાટ યહોવાના મંદિરના નવા ચોક સામે ઊભો થયો.