2 Chronicles 21:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી અદોમ બળવો કરીને યહૂદિયાના તાબા નીચેથી જતો રહ્યો. પછી તે જ સમયે લિબ્નાએ પણ યહૂદિયા સામે બળવો કર્યો, કારણ કે યહોરામે તેના પિતૃઓના પ્રભુ, ઈશ્વરનો ત્યાગ કર્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, અદોમે યહૂદિયાની તાબેદારી ફગાવી દીધી અને ત્યારથી અદોમ સ્વતંત્ર રાજ્ય રહ્યું છે. એ જ સમયે લિબ્નાહ નગરે પણ બંડ કર્યું. કારણ, યહોરામે, પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પ્રમાણે વળવો કરીને અદોમ યહૂદિયાના તાબા નીચેથી નીકળી ગયો, ને આજ સુધી તેમ જ છે, પછી તે જ સમયે લિબ્નાએ પણ તેની સામે બળવો કર્યો, કેમ કે તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ આજ સુધી યહૂદાની ઝૂંસરી પોતાના પરથી ફેંકી દેવામાં અદોમ સફળ રહ્યો હતો. પછી લિબ્નાહે પણ યહૂદા સામે બળવો કર્યો. કારણકે યહોરામ તેના પિતૃઓના દેવ યહોવાથી દૂર ભટકી ગયો હતો.